بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ ١અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ٢દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ ٣ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ ٤બદલાના દિવસ (કયામત) નો માલિક છે إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ ٥અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ ٦અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ ٧તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના
Chapter 1 · 7 verses · Rabila Al Omari
Surah Al-Fatihah in Gujarati
Tap a verse number for its tafsir
Translation: Rabila Al Omari.