Millat al-Islam

Chapter 84 · 25 verses · Rabila Al Omari

Surah Al-Inshiqaq in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Inshiqaq (1262 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتۡ ١જ્યારે આકાશ ફાટી જશે وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ ٢અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે وَإِذَا ٱلۡأَرۡضُ مُدَّتۡ ٣અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે وَأَلۡقَتۡ مَا فِيهَا وَتَخَلَّتۡ ٤અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે وَأَذِنَتۡ لِرَبِّهَا وَحُقَّتۡ ٥અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدۡحًا فَمُلَٰقِيهِ ٦હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ ٧તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે فَسَوۡفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا ٨તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે وَيَنقَلِبُ إِلَىٰٓ أَهۡلِهِۦ مَسۡرُورًا ٩અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهۡرِهِۦ ١٠હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે فَسَوۡفَ يَدۡعُواْ ثُبُورًا ١١તો તે મૃત્યુને પોકારશે وَيَصۡلَىٰ سَعِيرًا ١٢અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે إِنَّهُۥ كَانَ فِيٓ أَهۡلِهِۦ مَسۡرُورًا ١٣આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ ١٤તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી بَلَىٰٓۚ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًا ١٥કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો فَلَآ أُقۡسِمُ بِٱلشَّفَقِ ١٦હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના وَٱلَّيۡلِ وَمَا وَسَقَ ١٧અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ وَٱلۡقَمَرِ إِذَا ٱتَّسَقَ ١٨અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ ١٩નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો فَمَا لَهُمۡ لَا يُؤۡمِنُونَ ٢٠તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા وَإِذَا قُرِئَ عَلَيۡهِمُ ٱلۡقُرۡءَانُ لَا يَسۡجُدُونَۤ ۩ ٢١અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા بَلِ ٱلَّذِينَ كَفَرُواْ يُكَذِّبُونَ ٢٢પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يُوعُونَ ٢٣અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٍ ٢٤તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونِۭ ٢٥હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે

Translation: Rabila Al Omari.