Millat al-Islam

Chapter 70 · 44 verses · Rabila Al Omari

Surah Al-Maarij in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Maarij (1275 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

سَأَلَ سَآئِلُۢ بِعَذَابٍ وَاقِعٍ ١એક સવાલ કરનારાએ તે યાતના વિશે સવાલ કર્યો, જે સ્પષ્ટ થનારી છે لِّلۡكَٰفِرِينَ لَيۡسَ لَهُۥ دَافِعٌ ٢ઇન્કારીઓ પર, જેને કોઇ ટાળનાર નથી مِّنَ ٱللَّهِ ذِي ٱلۡمَعَارِجِ ٣તે અલ્લાહ તરફથી જે સીડીઓનો માલિક છે تَعۡرُجُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيۡهِ فِي يَوۡمٍ كَانَ مِقۡدَارُهُۥ خَمۡسِينَ أَلۡفَ سَنَةٍ ٤જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ (હઝરત જિબ્રઇલ અ.સ.) ચઢે છે. એક દિવસમાં જેનો ગાળો પચાસ હજાર વર્ષોનો છે فَٱصۡبِرۡ صَبۡرًا جَمِيلًا ٥બસ ! તુ સારી રીતે ધીરજ રાખ إِنَّهُمۡ يَرَوۡنَهُۥ بَعِيدًا ٦નિ:શંક આ તે (યાતના) ને દૂર સમજી રહયા છે وَنَرَىٰهُ قَرِيبًا ٧અને અમે તેને નજીક જોઇ રહ્યા છીએ يَوۡمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلۡمُهۡلِ ٨જે દિવસે આકાશ ઊકળતા તેલ જેવુ થઇ જશે وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٩અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે وَلَا يَسۡـَٔلُ حَمِيمٌ حَمِيمًا ١٠અને કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે يُبَصَّرُونَهُمۡۚ يَوَدُّ ٱلۡمُجۡرِمُ لَوۡ يَفۡتَدِي مِنۡ عَذَابِ يَوۡمِئِذِۭ بِبَنِيهِ ١١(પરંતુ) એકબીજાને દેખાડી દેવામાં આવશે, ગુનેગાર તે દિવસની યાતનાના બદલામાં મુક્તિદંડ રૂપે પોતાના દીકરાઓને وَصَٰحِبَتِهِۦ وَأَخِيهِ ١٢પોતાની પત્નિને અને પોતાના ભાઇને وَفَصِيلَتِهِ ٱلَّتِي تُـٔۡوِيهِ ١٣અને પોતાના કુટુંબીઓને, જે તેને આશરો આપતા હતા وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ ١٤અને ધરતી પરનાં સૌને આપવા ઇચ્છશે જેથી તેઓ તેને છુટકારો અપાવી દે كـَلَّآۖ إِنَّهَا لَظَىٰ ١٥(પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) છે نَزَّاعَةً لِّلشَّوَىٰ ١٦જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે تَدۡعُواْ مَنۡ أَدۡبَرَ وَتَوَلَّىٰ ١٧તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે وَجَمَعَ فَأَوۡعَىٰٓ ١٨અને ભેગુ કરીને સંભાળી રાખે છે ۞ إِنَّ ٱلۡإِنسَٰنَ خُلِقَ هَلُوعًا ١٩ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًا ٢٠જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે وَإِذَا مَسَّهُ ٱلۡخَيۡرُ مَنُوعًا ٢١અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે إِلَّا ٱلۡمُصَلِّينَ ٢٢સિવાય તે નમાઝી ٱلَّذِينَ هُمۡ عَلَىٰ صَلَاتِهِمۡ دَآئِمُونَ ٢٣જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે وَٱلَّذِينَ فِيٓ أَمۡوَٰلِهِمۡ حَقٌّ مَّعۡلُومٌ ٢٤અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે لِّلسَّآئِلِ وَٱلۡمَحۡرُومِ ٢٥માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوۡمِ ٱلدِّينِ ٢٦અને જે બદલાના દિવસ પર શ્રધ્ધા રાખે છે وَٱلَّذِينَ هُم مِّنۡ عَذَابِ رَبِّهِم مُّشۡفِقُونَ ٢٧અને જે પોતાના પાલનહારની યાતનાથી ડરતા રહે છે إِنَّ عَذَابَ رَبِّهِمۡ غَيۡرُ مَأۡمُونٍ ٢٨નિ:શંક તેમના પાલનહારની યાતના નીડર થવા જેવી વસ્તુ નથી وَٱلَّذِينَ هُمۡ لِفُرُوجِهِمۡ حَٰفِظُونَ ٢٩અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે إِلَّا عَلَىٰٓ أَزۡوَٰجِهِمۡ أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَإِنَّهُمۡ غَيۡرُ مَلُومِينَ ٣٠હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી فَمَنِ ٱبۡتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡعَادُونَ ٣١હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે وَٱلَّذِينَ هُمۡ لِأَمَٰنَٰتِهِمۡ وَعَهۡدِهِمۡ رَٰعُونَ ٣٢અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે وَٱلَّذِينَ هُم بِشَهَٰدَٰتِهِمۡ قَآئِمُونَ ٣٣અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે وَٱلَّذِينَ هُمۡ عَلَىٰ صَلَاتِهِمۡ يُحَافِظُونَ ٣٤અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે أُوْلَٰٓئِكَ فِي جَنَّٰتٍ مُّكۡرَمُونَ ٣٥આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે فَمَالِ ٱلَّذِينَ كَفَرُواْ قِبَلَكَ مُهۡطِعِينَ ٣٦બસ ! ઇન્કારીઓને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવે છે عَنِ ٱلۡيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ ٣٧જમણે અને ડાબેથી, જૂથના જૂથ أَيَطۡمَعُ كُلُّ ٱمۡرِيٍٕ مِّنۡهُمۡ أَن يُدۡخَلَ جَنَّةَ نَعِيمٍ ٣٨શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે كـَلَّآۖ إِنَّا خَلَقۡنَٰهُم مِّمَّا يَعۡلَمُونَ ٣٩(આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે જેને તેઓ જાણે છે فَلَآ أُقۡسِمُ بِرَبِّ ٱلۡمَشَٰرِقِ وَٱلۡمَغَٰرِبِ إِنَّا لَقَٰدِرُونَ ٤٠બસ ! મને સોગંદ છે પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની (કે) અમે ખરેખર શક્તિમાન છે عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيۡرًا مِّنۡهُمۡ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ ٤١તે વાત પર કે તેઓના બદલે તેમનાથી સારા લોકોને લઇ આવીએ અને અમે અક્ષમ નથી فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ ٤٢બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે પોતાના તે દિવસથી મુલાકાત કરી લે જેનું તેમને વચન આપવામાં આવ્યુ છે يَوۡمَ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ سِرَاعًا كَأَنَّهُمۡ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ ٤٣જે દિવસે આ લોકો કબરોમાંથી દોડતા નીકળશે, જેવી રીતે કે તેઓ કોઇ જ્ગ્યા તરફ ઝડપથી જઇ રહ્યા હોય خَٰشِعَةً أَبۡصَٰرُهُمۡ تَرۡهَقُهُمۡ ذِلَّةٌۚ ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلَّذِي كَانُواْ يُوعَدُونَ ٤٤તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું

Translation: Rabila Al Omari.