Millat al-Islam

Chapter 75 · 40 verses · Rabila Al Omari

Surah Al-Qiyama in Gujarati

Arabic with tafsir Listen to Surah Al-Qiyama (1375 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

لَآ أُقۡسِمُ بِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ ١હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના وَلَآ أُقۡسِمُ بِٱلنَّفۡسِ ٱللَّوَّامَةِ ٢અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَلَّن نَّجۡمَعَ عِظَامَهُۥ ٣શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّيَ بَنَانَهُۥ ٤કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ بَلۡ يُرِيدُ ٱلۡإِنسَٰنُ لِيَفۡجُرَ أَمَامَهُۥ ٥પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે يَسۡـَٔلُ أَيَّانَ يَوۡمُ ٱلۡقِيَٰمَةِ ٦સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે فَإِذَا بَرِقَ ٱلۡبَصَرُ ٧બસ ! જે સમયે નજર પથરાઇ જશે وَخَسَفَ ٱلۡقَمَرُ ٨અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે وَجُمِعَ ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ ٩સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે يَقُولُ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذٍ أَيۡنَ ٱلۡمَفَرُّ ١٠તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે كـَلَّا لَا وَزَرَ ١١ના ના કોઇ શરણ નથી إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمُسۡتَقَرُّ ١٢આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે يُنَبَّؤُاْ ٱلۡإِنسَٰنُ يَوۡمَئِذِۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ ١٣આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે بَلِ ٱلۡإِنسَٰنُ عَلَىٰ نَفۡسِهِۦ بَصِيرَةٌ ١٤પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે وَلَوۡ أَلۡقَىٰ مَعَاذِيرَهُۥ ١٥કેટલાય બહાના રજૂ કેમ ન કરે لَا تُحَرِّكۡ بِهِۦ لِسَانَكَ لِتَعۡجَلَ بِهِۦٓ ١٦(હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં إِنَّ عَلَيۡنَا جَمۡعَهُۥ وَقُرۡءَانَهُۥ ١٧તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે فَإِذَا قَرَأۡنَٰهُ فَٱتَّبِعۡ قُرۡءَانَهُۥ ١٨અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ ١٩પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે كـَلَّا بَلۡ تُحِبُّونَ ٱلۡعَاجِلَةَ ٢٠ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો وَتَذَرُونَ ٱلۡأٓخِرَةَ ٢١અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો وُجُوهٌ يَوۡمَئِذٍ نَّاضِرَةٌ ٢٢તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ ٢٣પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે وَوُجُوهٌ يَوۡمَئِذِۭ بَاسِرَةٌ ٢٤અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે تَظُنُّ أَن يُفۡعَلَ بِهَا فَاقِرَةٌ ٢٥સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે كـَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ ٢٦ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે وَقِيلَ مَنۡۜ رَاقٍ ٢٧અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે وَظَنَّ أَنَّهُ ٱلۡفِرَاقُ ٢٨અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે وَٱلۡتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ ٢٩અને પિંડી સાથે પિંડી વળગી જશે إِلَىٰ رَبِّكَ يَوۡمَئِذٍ ٱلۡمَسَاقُ ٣٠આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهۡلِهِۦ يَتَمَطَّىٰٓ ٣٣પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ ٣٤ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર ثُمَّ أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰٓ ٣٥પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે أَيَحۡسَبُ ٱلۡإِنسَٰنُ أَن يُتۡرَكَ سُدًى ٣٦શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે أَلَمۡ يَكُ نُطۡفَةً مِّن مَّنِيٍّ يُمۡنَىٰ ٣٧શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ ٣٨પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો فَجَعَلَ مِنۡهُ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ ٣٩પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા أَلَيۡسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحۡـِۧيَ ٱلۡمَوۡتَىٰ ٤٠શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે

Translation: Rabila Al Omari.