Millat al-Islam

Chapter 53 · 62 verses · Rabila Al Omari

Surah An-Najm in Gujarati

Arabic with tafsir Listen to Surah An-Najm (1285 reciters)
Meccanسورة النجم62 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلنَّجۡمِ إِذَا هَوَىٰ ١સોગંદ છે તારાઓના જ્યારે તે પડે مَا ضَلَّ صَاحِبُكُمۡ وَمَا غَوَىٰ ٢તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે وَمَا يَنطِقُ عَنِ ٱلۡهَوَىٰٓ ٣અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે إِنۡ هُوَ إِلَّا وَحۡيٌ يُوحَىٰ ٤તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે عَلَّمَهُۥ شَدِيدُ ٱلۡقُوَىٰ ٥(વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે ذُو مِرَّةٍ فَٱسۡتَوَىٰ ٦જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો وَهُوَ بِٱلۡأُفُقِ ٱلۡأَعۡلَىٰ ٧અને તે ઊંચા આકાશના કિનારા પર હતો ثُمَّ دَنَا فَتَدَلَّىٰ ٨પછી નજીક થયો અને ઉતરી આવ્યો فَكَانَ قَابَ قَوۡسَيۡنِ أَوۡ أَدۡنَىٰ ٩બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી فَأَوۡحَىٰٓ إِلَىٰ عَبۡدِهِۦ مَآ أَوۡحَىٰ ١٠બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ مَا كَذَبَ ٱلۡفُؤَادُ مَا رَأَىٰٓ ١١હૃદયે જુઠું ન ઠેરવ્યુ જે કંઇ (પયગંબરે) જોયુ أَفَتُمَٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ ١٢શું તમે ઝધડો કરો છો તેની સાથે ? જે (પયગંબર) જૂએ છે وَلَقَدۡ رَءَاهُ نَزۡلَةً أُخۡرَىٰ ١٣(જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા عِندَ سِدۡرَةِ ٱلۡمُنتَهَىٰ ١٤સિદરતુલ્ મુન્તહા પાસે عِندَهَا جَنَّةُ ٱلۡمَأۡوَىٰٓ ١٥તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે إِذۡ يَغۡشَى ٱلسِّدۡرَةَ مَا يَغۡشَىٰ ١٦જ્યારે કે સિદરહને છુપાયેલી હતી, તે વસ્તુ જે છુપાવવામાં આવી રહી હતી مَا زَاغَ ٱلۡبَصَرُ وَمَا طَغَىٰ ١٧ન તો નઝર હટી ન તો હદથી વધી لَقَدۡ رَأَىٰ مِنۡ ءَايَٰتِ رَبِّهِ ٱلۡكُبۡرَىٰٓ ١٨નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી أَفَرَءَيۡتُمُ ٱللَّٰتَ وَٱلۡعُزَّىٰ ١٩શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلۡأُخۡرَىٰٓ ٢٠અને મનાત્ જે ત્રીજા છે أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلۡأُنثَىٰ ٢١શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે تِلۡكَ إِذًا قِسۡمَةٌ ضِيزَىٰٓ ٢٢આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે إِنۡ هِيَ إِلَّآ أَسۡمَآءٌ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٍۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهۡوَى ٱلۡأَنفُسُۖ وَلَقَدۡ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلۡهُدَىٰٓ ٢٣ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે أَمۡ لِلۡإِنسَٰنِ مَا تَمَنَّىٰ ٢٤શું દરેક વ્યક્તિ જે ઇચ્છે તેને મળ્યું છે فَلِلَّهِ ٱلۡأٓخِرَةُ وَٱلۡأُولَىٰ ٢٥અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત ۞ وَكَم مِّن مَّلَكٍ فِي ٱلسَّمَٰوَٰتِ لَا تُغۡنِي شَفَٰعَتُهُمۡ شَيۡـًٔا إِلَّا مِنۢ بَعۡدِ أَن يَأۡذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرۡضَىٰٓ ٢٦અને ઘણા ફરિશ્તાઓ આકાશોમાં છે જેઓની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ આ અલગ વાત છે કે અલ્લાહ તઆલા પોતાની ખુશી અને પોતાની ઇચ્છા પ્રમાણે જેને ઇચ્છે પરવાનગી આપી દે إِنَّ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ لَيُسَمُّونَ ٱلۡمَلَٰٓئِكَةَ تَسۡمِيَةَ ٱلۡأُنثَىٰ ٢٧નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે وَمَا لَهُم بِهِۦ مِنۡ عِلۡمٍۖ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّۖ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغۡنِي مِنَ ٱلۡحَقِّ شَيۡـًٔا ٢٨જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાની કલ્પના જ કરી રહ્યા છે. અને નિ:શંક કલ્પના સત્ય સામે કંઇ કામ નથી આવતી فَأَعۡرِضۡ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكۡرِنَا وَلَمۡ يُرِدۡ إِلَّا ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ٢٩તો તમે તેમનાથી મોઢું ફેરવી લો, જે અમારા સ્મરણથી મોઢું ફેરવે અને જેમની ઇચ્છા ફકત દૂન્યવી જીવન સિવાય કંઇ જ નથી ذَٰلِكَ مَبۡلَغُهُم مِّنَ ٱلۡعِلۡمِۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعۡلَمُ بِمَنِ ٱهۡتَدَىٰ ٣٠આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ لِيَجۡزِيَ ٱلَّذِينَ أَسَٰٓـُٔواْ بِمَا عَمِلُواْ وَيَجۡزِيَ ٱلَّذِينَ أَحۡسَنُواْ بِٱلۡحُسۡنَى ٣١અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે ٱلَّذِينَ يَجۡتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلۡإِثۡمِ وَٱلۡفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَۚ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلۡمَغۡفِرَةِۚ هُوَ أَعۡلَمُ بِكُمۡ إِذۡ أَنشَأَكُم مِّنَ ٱلۡأَرۡضِ وَإِذۡ أَنتُمۡ أَجِنَّةٌ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡۖ فَلَا تُزَكُّوٓاْ أَنفُسَكُمۡۖ هُوَ أَعۡلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ ٣٢તે લોકોને જેઓ મોટા ગુનાહોથી બચે છે અને અશ્ર્લિલતાથી પણ (તેઓને ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે أَفَرَءَيۡتَ ٱلَّذِي تَوَلَّىٰ ٣٣શું તમે તેને જોયો જેણે મોઢું ફેરવી લીધું وَأَعۡطَىٰ قَلِيلًا وَأَكۡدَىٰٓ ٣٤ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા أَعِندَهُۥ عِلۡمُ ٱلۡغَيۡبِ فَهُوَ يَرَىٰٓ ٣٥શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે أَمۡ لَمۡ يُنَبَّأۡ بِمَا فِي صُحُفِ مُوسَىٰ ٣٦શું તેને તે વસ્તુની ખબર આપવામાં નથી આવી જે મૂસાના وَإِبۡرَٰهِيمَ ٱلَّذِي وَفَّىٰٓ ٣٧અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزۡرَ أُخۡرَىٰ ٣٨કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે وَأَن لَّيۡسَ لِلۡإِنسَٰنِ إِلَّا مَا سَعَىٰ ٣٩અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે وَأَنَّ سَعۡيَهُۥ سَوۡفَ يُرَىٰ ٤٠અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે ثُمَّ يُجۡزَىٰهُ ٱلۡجَزَآءَ ٱلۡأَوۡفَىٰ ٤١પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે وَأَنَّ إِلَىٰ رَبِّكَ ٱلۡمُنتَهَىٰ ٤٢અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે وَأَنَّهُۥ هُوَ أَضۡحَكَ وَأَبۡكَىٰ ٤٣અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحۡيَا ٤٤અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે وَأَنَّهُۥ خَلَقَ ٱلزَّوۡجَيۡنِ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰ ٤٥અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે مِن نُّطۡفَةٍ إِذَا تُمۡنَىٰ ٤٦ટીપા વડે જ્યારે કે ટપકાવવામાં આવે છે وَأَنَّ عَلَيۡهِ ٱلنَّشۡأَةَ ٱلۡأُخۡرَىٰ ٤٧અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે وَأَنَّهُۥ هُوَ أَغۡنَىٰ وَأَقۡنَىٰ ٤٨અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ ધન આપે છે وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعۡرَىٰ ٤٩અને એ કે તે જ તારાઓનો રબ છે وَأَنَّهُۥٓ أَهۡلَكَ عَادًا ٱلۡأُولَىٰ ٥٠અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે وَثَمُودَاْ فَمَآ أَبۡقَىٰ ٥١અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયો وَقَوۡمَ نُوحٍ مِّن قَبۡلُۖ إِنَّهُمۡ كَانُواْ هُمۡ أَظۡلَمَ وَأَطۡغَىٰ ٥٢અને આ પહેલા નૂહની કોમને, નિ:શંક તેઓ ખુબ જ અત્યાચારી અને બળવાખોર હતા وَٱلۡمُؤۡتَفِكَةَ أَهۡوَىٰ ٥٣અને મુઅતફીકા (શહેર અથવા ઉલટાવેલી વસ્તીઓને) તેણે જ ઉલ્ટાવી નાખી فَغَشَّىٰهَا مَا غَشَّىٰ ٥٤પછી તેઓ પર છવાઇ ગઇ (એટલે કે તેમના પર પત્થરો નો વરસાદ) فَبِأَيِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ ٥٥બસ ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર ઝઘડો કરીશ هَٰذَا نَذِيرٌ مِّنَ ٱلنُّذُرِ ٱلۡأُولَىٰٓ ٥٦આ (પયગંબર) ચેતવણી આપનારા છે, પ્રથમ ચેતવણી આપનારાઓમાંથી أَزِفَتِ ٱلۡأٓزِفَةُ ٥٧કયામત નજીક આવી ગઇ لَيۡسَ لَهَا مِن دُونِ ٱللَّهِ كَاشِفَةٌ ٥٨અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી أَفَمِنۡ هَٰذَا ٱلۡحَدِيثِ تَعۡجَبُونَ ٥٩બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો وَتَضۡحَكُونَ وَلَا تَبۡكُونَ ٦٠અને હસો છો. રડતા નથી وَأَنتُمۡ سَٰمِدُونَ ٦١(પરંતુ) તમે રમી રહ્યા છો فَٱسۡجُدُواْۤ لِلَّهِۤ وَٱعۡبُدُواْ ۩ ٦٢હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરો

Translation: Rabila Al Omari.