Millat al-Islam

Chapter 79 · 46 verses · Rabila Al Omari

Surah An-Naziat in Gujarati

Arabic with tafsir Listen to Surah An-Naziat (1339 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلنَّٰزِعَٰتِ غَرۡقًا ١ડુબીને સખ્તીથી ખેંચવાવાળાઓ ના સોગંદ وَٱلنَّٰشِطَٰتِ نَشۡطًا ٢બંધ ખોલીને છોડાવી દેનારાઓ ના સોગંદ وَٱلسَّٰبِحَٰتِ سَبۡحًا ٣અને તરવા-ફરનારાઓ ના સોગંદ فَٱلسَّٰبِقَٰتِ سَبۡقًا ٤પછી દોડીને આગળ વધનારાઓ ના સોગંદ فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرًا ٥પછી કાર્યની વ્યવસ્થા કરનારાઓ ના સોગંદ يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ ٦જે દિવસ ધ્રુજવાવાળી ધ્રુજશે تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ ٧ત્યારપછી એક પાછળ આવવાવાળી (પાછળ-પાછળ) આવશે قُلُوبٌ يَوۡمَئِذٍ وَاجِفَةٌ ٨(કેટલાક) હૃદય તે દિવસે ધડકી રહ્યા હશે أَبۡصَٰرُهَا خَٰشِعَةٌ ٩તેમની આંખો ઝુકેલી હશે يَقُولُونَ أَءِنَّا لَمَرۡدُودُونَ فِي ٱلۡحَافِرَةِ ١٠કહે છે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું أَءِذَا كُنَّا عِظَٰمًا نَّخِرَةً ١١શું તે વખતે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું قَالُواْ تِلۡكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ ١٢કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક છે فَإِنَّمَا هِيَ زَجۡرَةٌ وَٰحِدَةٌ ١٣(ખબર હોવી જોઇએ ) બસ આ એક (ડરાવની) ઝાટકણી છે فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ ١٤પછી (જેના પ્રકટ થવાની સાથે જ) તેઓ તરત જ મેદાનમાં ભેગા થઇ જશે هَلۡ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ ١٥શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى ١٦જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ ١٧(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે فَقُلۡ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ ١٨અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે وَأَهۡدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخۡشَىٰ ١٩અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે فَأَرَىٰهُ ٱلۡأٓيَةَ ٱلۡكُبۡرَىٰ ٢٠પછી તેને મોટી નિશાની બતાવી فَكَذَّبَ وَعَصَىٰ ٢١તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી ثُمَّ أَدۡبَرَ يَسۡعَىٰ ٢٢પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો فَحَشَرَ فَنَادَىٰ ٢٣પછી સૌને ભેગા કરી પોકાર્યા فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ ٢٤તમારા સૌનો પાલનહાર હું જ છું فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلۡأٓخِرَةِ وَٱلۡأُولَىٰٓ ٢٥તો (સૌથી ઊંચો) અલ્લાહએ પણ તેને પરલોક અને સંસારની યાતનામાં ઘેરી લીધો إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةً لِّمَن يَخۡشَىٰٓ ٢٦હકીકતમાં આમાં તેઓ માટે શિક્ષા છે જેઓ ડરે છે ءَأَنتُمۡ أَشَدُّ خَلۡقًا أَمِ ٱلسَّمَآءُۚ بَنَىٰهَا ٢٧શું તમારૂ સર્જન વધુ કઠિન છે કે આકાશ નું ? અલ્લાહએ તેનું સર્જન કર્યુ رَفَعَ سَمۡكَهَا فَسَوَّىٰهَا ٢٨તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું وَأَغۡطَشَ لَيۡلَهَا وَأَخۡرَجَ ضُحَىٰهَا ٢٩અને તેની રાત અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો وَٱلۡأَرۡضَ بَعۡدَ ذَٰلِكَ دَحَىٰهَآ ٣٠અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી أَخۡرَجَ مِنۡهَا مَآءَهَا وَمَرۡعَىٰهَا ٣١તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો وَٱلۡجِبَالَ أَرۡسَىٰهَا ٣٢અને પર્વતોને (સખત) ખોડી દીધા مَتَٰعًا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ ٣٣આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે) فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلۡكُبۡرَىٰ ٣٤તો જ્યારે મોટી આફત (પ્રલય) આવશે يَوۡمَ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ مَا سَعَىٰ ٣٥તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِمَن يَرَىٰ ٣٦અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે فَأَمَّا مَن طَغَىٰ ٣٧તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે) وَءَاثَرَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ٣٨અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે) فَإِنَّ ٱلۡجَحِيمَ هِيَ ٱلۡمَأۡوَىٰ ٣٩(તેનું) ઠેકાણું જહન્નમ જ છે وَأَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفۡسَ عَنِ ٱلۡهَوَىٰ ٤٠હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે فَإِنَّ ٱلۡجَنَّةَ هِيَ ٱلۡمَأۡوَىٰ ٤١તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَا ٤٢લોકો તમારાથી કયામત આવવાનો સમય પૂછે છે فِيمَ أَنتَ مِن ذِكۡرَىٰهَآ ٤٣તમને તેની ચર્ચા કરવાની શી જરૂર إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ ٤٤તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخۡشَىٰهَا ٤٥તમે તો ફકત તેનાથી ડરવાવાળાઓ ને સચેત કરનારા છો كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا ٤٦જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો એવું લાગશે કે ફકત દિવસની એક સાંજ અથવા તેની પહોર (દુનિયામાં) રોકાયા છે

Translation: Rabila Al Omari.