Millat al-Islam

Chapter 86 · 17 verses · Rabila Al Omari

Surah At-Tariq in Gujarati

Arabic with tafsir Listen to Surah At-Tariq (1312 reciters)
Meccanسورة الطارق17 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ ١સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلطَّارِقُ ٢તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે ٱلنَّجۡمُ ٱلثَّاقِبُ ٣તે ચમકતો તારો છે إِن كُلُّ نَفۡسٍ لَّمَّا عَلَيۡهَا حَافِظٌ ٤કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ مِمَّ خُلِقَ ٥માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ ٦તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે يَخۡرُجُ مِنۢ بَيۡنِ ٱلصُّلۡبِ وَٱلتَّرَآئِبِ ٧જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે إِنَّهُۥ عَلَىٰ رَجۡعِهِۦ لَقَادِرٌ ٨ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે يَوۡمَ تُبۡلَى ٱلسَّرَآئِرُ ٩જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ ١٠તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجۡعِ ١١વરસાદવાળા આકાશના સોગંદ وَٱلۡأَرۡضِ ذَاتِ ٱلصَّدۡعِ ١٢અને ફાટવાવાળી જમીનના સોગંદ إِنَّهُۥ لَقَوۡلٌ فَصۡلٌ ١٣વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે وَمَا هُوَ بِٱلۡهَزۡلِ ١٤આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી إِنَّهُمۡ يَكِيدُونَ كَيۡدًا ١٥ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે وَأَكِيدُ كَيۡدًا ١٦અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું فَمَهِّلِ ٱلۡكَٰفِرِينَ أَمۡهِلۡهُمۡ رُوَيۡدَۢا ١٧તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે

Translation: Rabila Al Omari.