بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
ٱلۡحَآقَّةُ ١સાબિત થવાવાળી مَا ٱلۡحَآقَّةُ ٢સાબિત થવાવાળી શું છે وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحَآقَّةُ ٣અને તને શું ખબર કે તે સાબિત થનાર શું છે كَذَّبَتۡ ثَمُودُ وَعَادُۢ بِٱلۡقَارِعَةِ ٤તે ખખડાવી દેનારને ષમૂદ અને આદ ( પ્રાચીન સમયની તાકતવર કૌમોએ) જુઠલાવી દીધી فَأَمَّا ثَمُودُ فَأُهۡلِكُواْ بِٱلطَّاغِيَةِ ٥(જેના પરિણામ રૂપે) ષમૂદને ત્રાસજનક (અને ઊંચા) અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા وَأَمَّا عَادٌ فَأُهۡلِكُواْ بِرِيحٍ صَرۡصَرٍ عَاتِيَةٍ ٦અને આદ ને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા سَخَّرَهَا عَلَيۡهِمۡ سَبۡعَ لَيَالٍ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومًاۖ فَتَرَى ٱلۡقَوۡمَ فِيهَا صَرۡعَىٰ كَأَنَّهُمۡ أَعۡجَازُ نَخۡلٍ خَاوِيَةٍ ٧જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. બસ ! તમે જોતા કે આ લોકો જમીન પર એવી રીતે પટકાયેલા પડયા છે જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય فَهَلۡ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍ ٨શું તેમના માંથી કોઇ પણ તમને બાકી દેખાઇ છે وَجَآءَ فِرۡعَوۡنُ وَمَن قَبۡلَهُۥ وَٱلۡمُؤۡتَفِكَٰتُ بِٱلۡخَاطِئَةِ ٩ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી તેમણે પણ અપરાધ આચર્યો فَعَصَوۡاْ رَسُولَ رَبِّهِمۡ فَأَخَذَهُمۡ أَخۡذَةً رَّابِيَةً ١٠અને પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા إِنَّا لَمَّا طَغَا ٱلۡمَآءُ حَمَلۡنَٰكُمۡ فِي ٱلۡجَارِيَةِ ١١જ્યારે પાણીમાં તોફાન આવી ગયું તો તે સમયે અમે તમને નૌકામાં સવાર કરી દીધા لِنَجۡعَلَهَا لَكُمۡ تَذۡكِرَةً وَتَعِيَهَآ أُذُنٌ وَٰعِيَةٌ ١٢જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે فَإِذَا نُفِخَ فِي ٱلصُّورِ نَفۡخَةٌ وَٰحِدَةٌ ١٣બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે وَحُمِلَتِ ٱلۡأَرۡضُ وَٱلۡجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَٰحِدَةً ١٤અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે فَيَوۡمَئِذٍ وَقَعَتِ ٱلۡوَاقِعَةُ ١٥તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِيَ يَوۡمَئِذٍ وَاهِيَةٌ ١٦અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે وَٱلۡمَلَكُ عَلَىٰٓ أَرۡجَآئِهَاۚ وَيَحۡمِلُ عَرۡشَ رَبِّكَ فَوۡقَهُمۡ يَوۡمَئِذٍ ثَمَٰنِيَةٌ ١٧તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે يَوۡمَئِذٍ تُعۡرَضُونَ لَا تَخۡفَىٰ مِنكُمۡ خَافِيَةٌ ١٨તે દિવસે તમે સૌ રજૂ કરવામાં આવશો, તમારૂ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقۡرَءُواْ كِتَٰبِيَهۡ ١٩તો, જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારૂ કર્મપત્ર વાંચી લો” إِنِّي ظَنَنتُ أَنِّي مُلَٰقٍ حِسَابِيَهۡ ٢٠મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળશે જ فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٢١બસ ! તે એક મનગમતા જીવનમાં હશે فِي جَنَّةٍ عَالِيَةٍ ٢٢ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં قُطُوفُهَا دَانِيَةٌ ٢٣જેના ગુચ્છા નમી પડેલા હશે كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَآ أَسۡلَفۡتُمۡ فِي ٱلۡأَيَّامِ ٱلۡخَالِيَةِ ٢٤(તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા وَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيۡتَنِي لَمۡ أُوتَ كِتَٰبِيَهۡ ٢٥પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત” وَلَمۡ أَدۡرِ مَا حِسَابِيَهۡ ٢٦અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે يَٰلَيۡتَهَا كَانَتِ ٱلۡقَاضِيَةَ ٢٧કદાચ ! કે મૃત્યુ (મારૂ) કામ પુરૂ કરી દેત مَآ أَغۡنَىٰ عَنِّي مَالِيَهۡۜ ٢٨મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ هَلَكَ عَنِّي سُلۡطَٰنِيَهۡ ٢٩મારી સત્તા પણ મારા પાસેથી જતી રહી خُذُوهُ فَغُلُّوهُ ٣٠આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો ثُمَّ ٱلۡجَحِيمَ صَلُّوهُ ٣١પછી તેને દોઝખમાં નાખી દો ثُمَّ فِي سِلۡسِلَةٍ ذَرۡعُهَا سَبۡعُونَ ذِرَاعًا فَٱسۡلُكُوهُ ٣٢પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે إِنَّهُۥ كَانَ لَا يُؤۡمِنُ بِٱللَّهِ ٱلۡعَظِيمِ ٣٣નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ ٣٤અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો فَلَيۡسَ لَهُ ٱلۡيَوۡمَ هَٰهُنَا حَمِيمٌ ٣٥બસ ! આજે તેનું ન કોઇ મિત્ર છે وَلَا طَعَامٌ إِلَّا مِنۡ غِسۡلِينٍ ٣٦અને ન તો પરૂ સિવાય તેનુ કોઇ ભોજન છે لَّا يَأۡكُلُهُۥٓ إِلَّا ٱلۡخَٰطِـُٔونَ ٣٧જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય فَلَآ أُقۡسِمُ بِمَا تُبۡصِرُونَ ٣٨બસ ! મને સોગંદ છે તે વસ્તુઓના જેને તમે જુઓ છો وَمَا لَا تُبۡصِرُونَ ٣٩અને તે વસ્તુઓના જેને તમે નથી જોતા إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٍ كَرِيمٍ ٤٠કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરનું કથન છે وَمَا هُوَ بِقَوۡلِ شَاعِرٍۚ قَلِيلًا مَّا تُؤۡمِنُونَ ٤١આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો وَلَا بِقَوۡلِ كَاهِنٍۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ ٤٢અને ન તો કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો تَنزِيلٌ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ ٤٣(આ તો ) જગતના પાલનહારે અવતરિત કરેલ છે وَلَوۡ تَقَوَّلَ عَلَيۡنَا بَعۡضَ ٱلۡأَقَاوِيلِ ٤٤અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડત لَأَخَذۡنَا مِنۡهُ بِٱلۡيَمِينِ ٤٥તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા ثُمَّ لَقَطَعۡنَا مِنۡهُ ٱلۡوَتِينَ ٤٦પછી તેની ધોરી નસ કાપી નાખતા فَمَا مِنكُم مِّنۡ أَحَدٍ عَنۡهُ حَٰجِزِينَ ٤٧પછી તમારામાંથી કોઇ પણ મને તે કામથી અટકાવનાર ન હોત وَإِنَّهُۥ لَتَذۡكِرَةٌ لِّلۡمُتَّقِينَ ٤٨નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે وَإِنَّا لَنَعۡلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ ٤٩અમને ખરેખર જાણ છે કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે وَإِنَّهُۥ لَحَسۡرَةٌ عَلَى ٱلۡكَٰفِرِينَ ٥٠નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે وَإِنَّهُۥ لَحَقُّ ٱلۡيَقِينِ ٥١અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વસનીય સત્ય છે فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ ٥٢બસ ! તુ પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કર