بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا وَقَعَتِ ٱلۡوَاقِعَةُ ١જ્યારે કયામત આવી પહોંચશે لَيۡسَ لِوَقۡعَتِهَا كَاذِبَةٌ ٢જેને થવામાં કંઇ જૂઠ નથી خَافِضَةٌ رَّافِعَةٌ ٣તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે إِذَا رُجَّتِ ٱلۡأَرۡضُ رَجًّا ٤જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે وَبُسَّتِ ٱلۡجِبَالُ بَسًّا ٥અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે فَكَانَتۡ هَبَآءً مُّنۢبَثًّا ٦પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે وَكُنتُمۡ أَزۡوَٰجًا ثَلَٰثَةً ٧અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો فَأَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ ٨બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ ٩અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ ١٠અને જે આગળવાળા છે તે તો આગળવાળા જ છે أُوْلَٰٓئِكَ ٱلۡمُقَرَّبُونَ ١١તે ખુબ જ નજીક રહેવાવાળા હશે فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ ١٢નેઅમતોવાળી જન્નતોમાં છે ثُلَّةٌ مِّنَ ٱلۡأَوَّلِينَ ١٣(ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે وَقَلِيلٌ مِّنَ ٱلۡأٓخِرِينَ ١٤અને થોડાક પાછલા લોકો માંથી عَلَىٰ سُرُرٍ مَّوۡضُونَةٍ ١٥આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર مُّتَّكِـِٔينَ عَلَيۡهَا مُتَقَٰبِلِينَ ١٦એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે يَطُوفُ عَلَيۡهِمۡ وِلۡدَٰنٌ مُّخَلَّدُونَ ١٧તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે بِأَكۡوَابٍ وَأَبَارِيقَ وَكَأۡسٍ مِّن مَّعِينٍ ١٨પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી لَّا يُصَدَّعُونَ عَنۡهَا وَلَا يُنزِفُونَ ١٩જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે وَفَٰكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ ٢٠અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે وَلَحۡمِ طَيۡرٍ مِّمَّا يَشۡتَهُونَ ٢١અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે وَحُورٌ عِينٌ ٢٢અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ كَأَمۡثَٰلِ ٱللُّؤۡلُوِٕ ٱلۡمَكۡنُونِ ٢٣જે છૂપાયેલા મોતીઓ જેવી હશે جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ ٢٤આ બદલો છે તેમના કર્મોનો لَا يَسۡمَعُونَ فِيهَا لَغۡوًا وَلَا تَأۡثِيمًا ٢٥ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત إِلَّا قِيلًا سَلَٰمًا سَلَٰمًا ٢٦ફકત સલામ જ સલામની અવાજ હશે وَأَصۡحَٰبُ ٱلۡيَمِينِ مَآ أَصۡحَٰبُ ٱلۡيَمِينِ ٢٧અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ فِي سِدۡرٍ مَّخۡضُودٍ ٢٨તેઓ કાંટા વગર وَطَلۡحٍ مَّنضُودٍ ٢٩અને એક પછી એક ખૂંટા وَظِلٍّ مَّمۡدُودٍ ٣٠અને લાંબા લાંબા પડછાયા وَمَآءٍ مَّسۡكُوبٍ ٣١અને વહેતા પાણી وَفَٰكِهَةٍ كَثِيرَةٍ ٣٢અને ઘણા જ ફળોમાં لَّا مَقۡطُوعَةٍ وَلَا مَمۡنُوعَةٍ ٣٣જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે وَفُرُشٍ مَّرۡفُوعَةٍ ٣٤અને ઊંચા ઊંચા પાથરણા પર હશે إِنَّآ أَنشَأۡنَٰهُنَّ إِنشَآءً ٣٥અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا ٣٦અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે عُرُبًا أَتۡرَابًا ٣٧મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી لِّأَصۡحَٰبِ ٱلۡيَمِينِ ٣٨જમણા હાથવાળાઓ માટે છે ثُلَّةٌ مِّنَ ٱلۡأَوَّلِينَ ٣٩ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે وَثُلَّةٌ مِّنَ ٱلۡأٓخِرِينَ ٤٠અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે وَأَصۡحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصۡحَٰبُ ٱلشِّمَالِ ٤١અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા فِي سَمُومٍ وَحَمِيمٍ ٤٢ગરમ હવા અને ગરમ પાણી માં (હશે) وَظِلٍّ مِّن يَحۡمُومٍ ٤٣અને કાળા ધુમાડાના પડછાયામાં لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ ٤٤જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો إِنَّهُمۡ كَانُواْ قَبۡلَ ذَٰلِكَ مُتۡرَفِينَ ٤٥નિ:શંક આ લોકો આ પહેલા ઘણા જ ઠાઠમાં હતા وَكَانُواْ يُصِرُّونَ عَلَى ٱلۡحِنثِ ٱلۡعَظِيمِ ٤٦અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા وَكَانُواْ يَقُولُونَ أَئِذَا مِتۡنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ ٤٧અને કહેતા હતા શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો શું અમે પાછા બીજીવાર જીવિત કરવામાં આવીશું أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ ٤٨અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ قُلۡ إِنَّ ٱلۡأَوَّلِينَ وَٱلۡأٓخِرِينَ ٤٩તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને لَمَجۡمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوۡمٍ مَّعۡلُومٍ ٥٠જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે ثُمَّ إِنَّكُمۡ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلۡمُكَذِّبُونَ ٥١પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ لَأٓكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ ٥٢તમે જરૂરથી فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ ٥٣અને તેનાથી જ તમે પેટ ભરશો فَشَٰرِبُونَ عَلَيۡهِ مِنَ ٱلۡحَمِيمِ ٥٤પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો فَشَٰرِبُونَ شُرۡبَ ٱلۡهِيمِ ٥٥પીવાવાળા પણ તરસ્યા ઊંટો જેવા هَٰذَا نُزُلُهُمۡ يَوۡمَ ٱلدِّينِ ٥٦કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે نَحۡنُ خَلَقۡنَٰكُمۡ فَلَوۡلَا تُصَدِّقُونَ ٥٧અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી أَفَرَءَيۡتُم مَّا تُمۡنُونَ ٥٨હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો ءَأَنتُمۡ تَخۡلُقُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلۡخَٰلِقُونَ ٥٩શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે نَحۡنُ قَدَّرۡنَا بَيۡنَكُمُ ٱلۡمَوۡتَ وَمَا نَحۡنُ بِمَسۡبُوقِينَ ٦٠અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمۡثَٰلَكُمۡ وَنُنشِئَكُمۡ فِي مَا لَا تَعۡلَمُونَ ٦١કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી وَلَقَدۡ عَلِمۡتُمُ ٱلنَّشۡأَةَ ٱلۡأُولَىٰ فَلَوۡلَا تَذَكَّرُونَ ٦٢તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા أَفَرَءَيۡتُم مَّا تَحۡرُثُونَ ٦٣હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો ءَأَنتُمۡ تَزۡرَعُونَهُۥٓ أَمۡ نَحۡنُ ٱلزَّٰرِعُونَ ٦٤તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે لَوۡ نَشَآءُ لَجَعَلۡنَٰهُ حُطَٰمًا فَظَلۡتُمۡ تَفَكَّهُونَ ٦٥જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ إِنَّا لَمُغۡرَمُونَ ٦٦કે અમારા પર ભાર થઇ ગયો છે بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ ٦٧પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા أَفَرَءَيۡتُمُ ٱلۡمَآءَ ٱلَّذِي تَشۡرَبُونَ ٦٨હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો ءَأَنتُمۡ أَنزَلۡتُمُوهُ مِنَ ٱلۡمُزۡنِ أَمۡ نَحۡنُ ٱلۡمُنزِلُونَ ٦٩તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ لَوۡ نَشَآءُ جَعَلۡنَٰهُ أُجَاجًا فَلَوۡلَا تَشۡكُرُونَ ٧٠જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા أَفَرَءَيۡتُمُ ٱلنَّارَ ٱلَّتِي تُورُونَ ٧١હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો ءَأَنتُمۡ أَنشَأۡتُمۡ شَجَرَتَهَآ أَمۡ نَحۡنُ ٱلۡمُنشِـُٔونَ ٧٢તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે نَحۡنُ جَعَلۡنَٰهَا تَذۡكِرَةً وَمَتَٰعًا لِّلۡمُقۡوِينَ ٧٣અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ ٧٤બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો ۞ فَلَآ أُقۡسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ ٧٥બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના وَإِنَّهُۥ لَقَسَمٌ لَّوۡ تَعۡلَمُونَ عَظِيمٌ ٧٦અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે إِنَّهُۥ لَقُرۡءَانٌ كَرِيمٌ ٧٧નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે فِي كِتَٰبٍ مَّكۡنُونٍ ٧٨જે એક સુરક્ષિત પુસ્તકમાં છે لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلۡمُطَهَّرُونَ ٧٩તેને ફકત પવિત્ર લોકો જ અડી શકે છે تَنزِيلٌ مِّن رَّبِّ ٱلۡعَٰلَمِينَ ٨٠આ જગતના પાલનહાર તરફથી અવતરિત કરેલું છે أَفَبِهَٰذَا ٱلۡحَدِيثِ أَنتُم مُّدۡهِنُونَ ٨١શું તમે આ વાતને સામાન્ય જાણો છો وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ ٨٢અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ ٨٣બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે وَأَنتُمۡ حِينَئِذٍ تَنظُرُونَ ٨٤અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ ٨٥અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ ٨٦બસ ! જો તમે કોઇના કહેવામાં નથી تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ ٨٧અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ ٨٨બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે فَرَوۡحٌ وَرَيۡحَانٌ وَجَنَّتُ نَعِيمٍ ٨٩તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે وَأَمَّآ إِن كَانَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ ٩٠અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે فَسَلَٰمٌ لَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلۡيَمِينِ ٩١તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ ٩٢પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે فَنُزُلٌ مِّنۡ حَمِيمٍ ٩٣તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે وَتَصۡلِيَةُ جَحِيمٍ ٩٤અને જહન્નમમાં જવાનું છે إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلۡيَقِينِ ٩٥આ ખબર ખરેખર સાચી અને સત્ય છે فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ ٩٦બસ ! તું પોતાના મહાન પાલનહારના નામનું સ્મરણ કર