ملة الإسلام

السورة 37 · 182 آية · Rabila Al Omari

سورة الصافات باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الصافات (1,203 قارئاً)
مكيةسورة الصافات١٨٢ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلصَّٰٓفَّٰتِ صَفًّا ١સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના فَٱلزَّٰجِرَٰتِ زَجۡرًا ٢પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના فَٱلتَّٰلِيَٰتِ ذِكۡرًا ٣પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના إِنَّ إِلَٰهَكُمۡ لَوَٰحِدٌ ٤નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا وَرَبُّ ٱلۡمَشَٰرِقِ ٥આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِزِينَةٍ ٱلۡكَوَاكِبِ ٦અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું وَحِفۡظًا مِّن كُلِّ شَيۡطَٰنٍ مَّارِدٍ ٧અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلۡمَلَإِ ٱلۡأَعۡلَىٰ وَيُقۡذَفُونَ مِن كُلِّ جَانِبٍ ٨મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે دُحُورًاۖ وَلَهُمۡ عَذَابٌ وَاصِبٌ ٩ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે إِلَّا مَنۡ خَطِفَ ٱلۡخَطۡفَةَ فَأَتۡبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ ١٠પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે فَٱسۡتَفۡتِهِمۡ أَهُمۡ أَشَدُّ خَلۡقًا أَم مَّنۡ خَلَقۡنَآۚ إِنَّا خَلَقۡنَٰهُم مِّن طِينٍ لَّازِبِۭ ١١તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું بَلۡ عَجِبۡتَ وَيَسۡخَرُونَ ١٢પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે وَإِذَا ذُكِّرُواْ لَا يَذۡكُرُونَ ١٣અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા وَإِذَا رَأَوۡاْ ءَايَةً يَسۡتَسۡخِرُونَ ١٤અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે وَقَالُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٌ مُّبِينٌ ١٥અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે أَءِذَا مِتۡنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ ١٦શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે أَوَءَابَآؤُنَا ٱلۡأَوَّلُونَ ١٧શું આપણા પહેલાના પૂર્વજોને પણ قُلۡ نَعَمۡ وَأَنتُمۡ دَٰخِرُونَ ١٨તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો فَإِنَّمَا هِيَ زَجۡرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمۡ يَنظُرُونَ ١٩તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે وَقَالُواْ يَٰوَيۡلَنَا هَٰذَا يَوۡمُ ٱلدِّينِ ٢٠અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِ ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ٢١આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા ۞ ٱحۡشُرُواْ ٱلَّذِينَ ظَلَمُواْ وَأَزۡوَٰجَهُمۡ وَمَا كَانُواْ يَعۡبُدُونَ ٢٢અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા مِن دُونِ ٱللَّهِ فَٱهۡدُوهُمۡ إِلَىٰ صِرَٰطِ ٱلۡجَحِيمِ ٢٣(તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો وَقِفُوهُمۡۖ إِنَّهُم مَّسۡـُٔولُونَ ٢٤અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે مَا لَكُمۡ لَا تَنَاصَرُونَ ٢٥તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા بَلۡ هُمُ ٱلۡيَوۡمَ مُسۡتَسۡلِمُونَ ٢٦પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા وَأَقۡبَلَ بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٍ يَتَسَآءَلُونَ ٢٧તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે قَالُوٓاْ إِنَّكُمۡ كُنتُمۡ تَأۡتُونَنَا عَنِ ٱلۡيَمِينِ ٢٨કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા قَالُواْ بَل لَّمۡ تَكُونُواْ مُؤۡمِنِينَ ٢٩તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા وَمَا كَانَ لَنَا عَلَيۡكُم مِّن سُلۡطَٰنِۭۖ بَلۡ كُنتُمۡ قَوۡمًا طَٰغِينَ ٣٠અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા فَحَقَّ عَلَيۡنَا قَوۡلُ رَبِّنَآۖ إِنَّا لَذَآئِقُونَ ٣١હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું فَأَغۡوَيۡنَٰكُمۡ إِنَّا كُنَّا غَٰوِينَ ٣٢બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા فَإِنَّهُمۡ يَوۡمَئِذٍ فِي ٱلۡعَذَابِ مُشۡتَرِكُونَ ٣٣આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે إِنَّا كَذَٰلِكَ نَفۡعَلُ بِٱلۡمُجۡرِمِينَ ٣٤અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ إِنَّهُمۡ كَانُوٓاْ إِذَا قِيلَ لَهُمۡ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ يَسۡتَكۡبِرُونَ ٣٥આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓاْ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجۡنُونِۭ ٣٦અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ بَلۡ جَآءَ بِٱلۡحَقِّ وَصَدَّقَ ٱلۡمُرۡسَلِينَ ٣٧(ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે إِنَّكُمۡ لَذَآئِقُواْ ٱلۡعَذَابِ ٱلۡأَلِيمِ ٣٨નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો وَمَا تُجۡزَوۡنَ إِلَّا مَا كُنتُمۡ تَعۡمَلُونَ ٣٩તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ ٤٠પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે) أُوْلَٰٓئِكَ لَهُمۡ رِزۡقٌ مَّعۡلُومٌ ٤١તેમના માટે જ નક્કી કરેલ રોજી છે فَوَٰكِهُ وَهُم مُّكۡرَمُونَ ٤٢(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે فِي جَنَّٰتِ ٱلنَّعِيمِ ٤٣નેઅમતો વાળી જન્નતોમાં عَلَىٰ سُرُرٍ مُّتَقَٰبِلِينَ ٤٤આસનો પર એકબીજાની સામે હશે يُطَافُ عَلَيۡهِم بِكَأۡسٍ مِّن مَّعِينِۭ ٤٥શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે بَيۡضَآءَ لَذَّةٍ لِّلشَّٰرِبِينَ ٤٦જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે لَا فِيهَا غَوۡلٌ وَلَا هُمۡ عَنۡهَا يُنزَفُونَ ٤٧ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે وَعِندَهُمۡ قَٰصِرَٰتُ ٱلطَّرۡفِ عِينٌ ٤٨અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે كَأَنَّهُنَّ بَيۡضٌ مَّكۡنُونٌ ٤٩એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા فَأَقۡبَلَ بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٍ يَتَسَآءَلُونَ ٥٠(જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે قَالَ قَآئِلٌ مِّنۡهُمۡ إِنِّي كَانَ لِي قَرِينٌ ٥١તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلۡمُصَدِّقِينَ ٥٢જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે أَءِذَا مِتۡنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَدِينُونَ ٥٣શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે قَالَ هَلۡ أَنتُم مُّطَّلِعُونَ ٥٤કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો فَٱطَّلَعَ فَرَءَاهُ فِي سَوَآءِ ٱلۡجَحِيمِ ٥٥જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرۡدِينِ ٥٦કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો وَلَوۡلَا نِعۡمَةُ رَبِّي لَكُنتُ مِنَ ٱلۡمُحۡضَرِينَ ٥٧જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત أَفَمَا نَحۡنُ بِمَيِّتِينَ ٥٨શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી إِلَّا مَوۡتَتَنَا ٱلۡأُولَىٰ وَمَا نَحۡنُ بِمُعَذَّبِينَ ٥٩પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ٦٠પછી તો આ ભવ્ય સફળતા છે لِمِثۡلِ هَٰذَا فَلۡيَعۡمَلِ ٱلۡعَٰمِلُونَ ٦١આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ أَذَٰلِكَ خَيۡرٌ نُّزُلًا أَمۡ شَجَرَةُ ٱلزَّقُّومِ ٦٢શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ إِنَّا جَعَلۡنَٰهَا فِتۡنَةً لِّلظَّٰلِمِينَ ٦٣જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે إِنَّهَا شَجَرَةٌ تَخۡرُجُ فِيٓ أَصۡلِ ٱلۡجَحِيمِ ٦٤નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે طَلۡعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَٰطِينِ ٦٥જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે فَإِنَّهُمۡ لَأٓكِلُونَ مِنۡهَا فَمَالِـُٔونَ مِنۡهَا ٱلۡبُطُونَ ٦٦(જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે ثُمَّ إِنَّ لَهُمۡ عَلَيۡهَا لَشَوۡبًا مِّنۡ حَمِيمٍ ٦٧પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે ثُمَّ إِنَّ مَرۡجِعَهُمۡ لَإِلَى ٱلۡجَحِيمِ ٦٨પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે إِنَّهُمۡ أَلۡفَوۡاْ ءَابَآءَهُمۡ ضَآلِّينَ ٦٩નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા فَهُمۡ عَلَىٰٓ ءَاثَٰرِهِمۡ يُهۡرَعُونَ ٧٠અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા وَلَقَدۡ ضَلَّ قَبۡلَهُمۡ أَكۡثَرُ ٱلۡأَوَّلِينَ ٧١તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા وَلَقَدۡ أَرۡسَلۡنَا فِيهِم مُّنذِرِينَ ٧٢જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُنذَرِينَ ٧٣હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ ٧٤અલ્લાહના નિકટના બંદાઓ સિવાય وَلَقَدۡ نَادَىٰنَا نُوحٌ فَلَنِعۡمَ ٱلۡمُجِيبُونَ ٧٥અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે وَنَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥ مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ ٧٦અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા وَجَعَلۡنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلۡبَاقِينَ ٧٧અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા وَتَرَكۡنَا عَلَيۡهِ فِي ٱلۡأٓخِرِينَ ٧٨અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું سَلَٰمٌ عَلَىٰ نُوحٍ فِي ٱلۡعَٰلَمِينَ ٧٩નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ٨٠અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ إِنَّهُۥ مِنۡ عِبَادِنَا ٱلۡمُؤۡمِنِينَ ٨١તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા ثُمَّ أَغۡرَقۡنَا ٱلۡأٓخَرِينَ ٨٢પછી અમે બીજાને ડુબાડી દીધા ۞ وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبۡرَٰهِيمَ ٨٣અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા إِذۡ جَآءَ رَبَّهُۥ بِقَلۡبٍ سَلِيمٍ ٨٤જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા إِذۡ قَالَ لِأَبِيهِ وَقَوۡمِهِۦ مَاذَا تَعۡبُدُونَ ٨٥તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો أَئِفۡكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ ٨٦શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلۡعَٰلَمِينَ ٨٧તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો فَنَظَرَ نَظۡرَةً فِي ٱلنُّجُومِ ٨٨હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી فَقَالَ إِنِّي سَقِيمٌ ٨٩અને કહ્યું કે હું બિમાર છું فَتَوَلَّوۡاْ عَنۡهُ مُدۡبِرِينَ ٩٠આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمۡ فَقَالَ أَلَا تَأۡكُلُونَ ٩١(ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા مَا لَكُمۡ لَا تَنطِقُونَ ٩٢તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા فَرَاغَ عَلَيۡهِمۡ ضَرۡبَۢا بِٱلۡيَمِينِ ٩٣પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા فَأَقۡبَلُوٓاْ إِلَيۡهِ يَزِفُّونَ ٩٤તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા قَالَ أَتَعۡبُدُونَ مَا تَنۡحِتُونَ ٩٥(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો وَٱللَّهُ خَلَقَكُمۡ وَمَا تَعۡمَلُونَ ٩٦જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું قَالُواْ ٱبۡنُواْ لَهُۥ بُنۡيَٰنًا فَأَلۡقُوهُ فِي ٱلۡجَحِيمِ ٩٧તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો فَأَرَادُواْ بِهِۦ كَيۡدًا فَجَعَلۡنَٰهُمُ ٱلۡأَسۡفَلِينَ ٩٨તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهۡدِينِ ٩٩અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે رَبِّ هَبۡ لِي مِنَ ٱلصَّٰلِحِينَ ١٠٠હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ فَبَشَّرۡنَٰهُ بِغُلَٰمٍ حَلِيمٍ ١٠١તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعۡيَ قَالَ يَٰبُنَيَّ إِنِّيٓ أَرَىٰ فِي ٱلۡمَنَامِ أَنِّيٓ أَذۡبَحُكَ فَٱنظُرۡ مَاذَا تَرَىٰۚ قَالَ يَٰٓأَبَتِ ٱفۡعَلۡ مَا تُؤۡمَرُۖ سَتَجِدُنِيٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰبِرِينَ ١٠٢પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો فَلَمَّآ أَسۡلَمَا وَتَلَّهُۥ لِلۡجَبِينِ ١٠٣જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો وَنَٰدَيۡنَٰهُ أَن يَٰٓإِبۡرَٰهِيمُ ١٠٤તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ قَدۡ صَدَّقۡتَ ٱلرُّءۡيَآۚ إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ١٠٥ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡبَلَٰٓؤُاْ ٱلۡمُبِينُ ١٠٦ખરેખર આ ખુલ્લી કસોટી હતી وَفَدَيۡنَٰهُ بِذِبۡحٍ عَظِيمٍ ١٠٧અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી وَتَرَكۡنَا عَلَيۡهِ فِي ٱلۡأٓخِرِينَ ١٠٨અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું سَلَٰمٌ عَلَىٰٓ إِبۡرَٰهِيمَ ١٠٩ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ١١٠અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ إِنَّهُۥ مِنۡ عِبَادِنَا ٱلۡمُؤۡمِنِينَ ١١١નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા وَبَشَّرۡنَٰهُ بِإِسۡحَٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّٰلِحِينَ ١١٢અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે وَبَٰرَكۡنَا عَلَيۡهِ وَعَلَىٰٓ إِسۡحَٰقَۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحۡسِنٌ وَظَالِمٌ لِّنَفۡسِهِۦ مُبِينٌ ١١٣અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે وَلَقَدۡ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَٰرُونَ ١١٤નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો وَنَجَّيۡنَٰهُمَا وَقَوۡمَهُمَا مِنَ ٱلۡكَرۡبِ ٱلۡعَظِيمِ ١١٥અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો وَنَصَرۡنَٰهُمۡ فَكَانُواْ هُمُ ٱلۡغَٰلِبِينَ ١١٦અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા وَءَاتَيۡنَٰهُمَا ٱلۡكِتَٰبَ ٱلۡمُسۡتَبِينَ ١١٧અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી وَهَدَيۡنَٰهُمَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ ١١٨અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા وَتَرَكۡنَا عَلَيۡهِمَا فِي ٱلۡأٓخِرِينَ ١١٩અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી سَلَٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَٰرُونَ ١٢٠કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ١٢١નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ إِنَّهُمَا مِنۡ عِبَادِنَا ٱلۡمُؤۡمِنِينَ ١٢٢નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા وَإِنَّ إِلۡيَاسَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ ١٢٣નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા إِذۡ قَالَ لِقَوۡمِهِۦٓ أَلَا تَتَّقُونَ ١٢٤જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી أَتَدۡعُونَ بَعۡلًا وَتَذَرُونَ أَحۡسَنَ ٱلۡخَٰلِقِينَ ١٢٥શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો ٱللَّهَ رَبَّكُمۡ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلۡأَوَّلِينَ ١٢٦અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે فَكَذَّبُوهُ فَإِنَّهُمۡ لَمُحۡضَرُونَ ١٢٧પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ ١٢٨અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય وَتَرَكۡنَا عَلَيۡهِ فِي ٱلۡأٓخِرِينَ ١٢٩અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું سَلَٰمٌ عَلَىٰٓ إِلۡ يَاسِينَ ١٣٠ઇલ્યાસ પર સલામ إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ١٣١અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ إِنَّهُۥ مِنۡ عِبَادِنَا ٱلۡمُؤۡمِنِينَ ١٣٢નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلۡمُرۡسَلِينَ ١٣٣નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા إِذۡ نَجَّيۡنَٰهُ وَأَهۡلَهُۥٓ أَجۡمَعِينَ ١٣٤અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો إِلَّا عَجُوزًا فِي ٱلۡغَٰبِرِينَ ١٣٥તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ ثُمَّ دَمَّرۡنَا ٱلۡأٓخَرِينَ ١٣٦પછી અમે બીજાને નષ્ટ કરી દીધા وَإِنَّكُمۡ لَتَمُرُّونَ عَلَيۡهِم مُّصۡبِحِينَ ١٣٧અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો وَبِٱلَّيۡلِۚ أَفَلَا تَعۡقِلُونَ ١٣٨અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ ١٣٩અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા إِذۡ أَبَقَ إِلَى ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ ١٤٠જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلۡمُدۡحَضِينَ ١٤١પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા فَٱلۡتَقَمَهُ ٱلۡحُوتُ وَهُوَ مُلِيمٌ ١٤٢તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા فَلَوۡلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلۡمُسَبِّحِينَ ١٤٣બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા لَلَبِثَ فِي بَطۡنِهِۦٓ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ ١٤٤તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા ۞ فَنَبَذۡنَٰهُ بِٱلۡعَرَآءِ وَهُوَ سَقِيمٌ ١٤٥બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા وَأَنۢبَتۡنَا عَلَيۡهِ شَجَرَةً مِّن يَقۡطِينٍ ١٤٦અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું وَأَرۡسَلۡنَٰهُ إِلَىٰ مِاْئَةِ أَلۡفٍ أَوۡ يَزِيدُونَ ١٤٧અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા فَـَٔامَنُواْ فَمَتَّعۡنَٰهُمۡ إِلَىٰ حِينٍ ١٤٨બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું فَٱسۡتَفۡتِهِمۡ أَلِرَبِّكَ ٱلۡبَنَاتُ وَلَهُمُ ٱلۡبَنُونَ ١٤٩તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે أَمۡ خَلَقۡنَا ٱلۡمَلَٰٓئِكَةَ إِنَٰثًا وَهُمۡ شَٰهِدُونَ ١٥٠અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું أَلَآ إِنَّهُم مِّنۡ إِفۡكِهِمۡ لَيَقُولُونَ ١٥١જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمۡ لَكَٰذِبُونَ ١٥٢કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે أَصۡطَفَى ٱلۡبَنَاتِ عَلَى ٱلۡبَنِينَ ١٥٣શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી مَا لَكُمۡ كَيۡفَ تَحۡكُمُونَ ١٥٤તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો أَفَلَا تَذَكَّرُونَ ١٥٥શું તમે સમજતા પણ નથી أَمۡ لَكُمۡ سُلۡطَٰنٌ مُّبِينٌ ١٥٦અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે فَأۡتُواْ بِكِتَٰبِكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ ١٥٧તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો وَجَعَلُواْ بَيۡنَهُۥ وَبَيۡنَ ٱلۡجِنَّةِ نَسَبًاۚ وَلَقَدۡ عَلِمَتِ ٱلۡجِنَّةُ إِنَّهُمۡ لَمُحۡضَرُونَ ١٥٨અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ ١٥٩જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ ١٦٠અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય فَإِنَّكُمۡ وَمَا تَعۡبُدُونَ ١٦١ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો مَآ أَنتُمۡ عَلَيۡهِ بِفَٰتِنِينَ ١٦٢કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા إِلَّا مَنۡ هُوَ صَالِ ٱلۡجَحِيمِ ١٦٣જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعۡلُومٌ ١٦٤(ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે وَإِنَّا لَنَحۡنُ ٱلصَّآفُّونَ ١٦٥અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે وَإِنَّا لَنَحۡنُ ٱلۡمُسَبِّحُونَ ١٦٦અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે وَإِن كَانُواْ لَيَقُولُونَ ١٦٧ઇન્કાર કરનાર કહેતા હતા لَوۡ أَنَّ عِندَنَا ذِكۡرًا مِّنَ ٱلۡأَوَّلِينَ ١٦٨કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلۡمُخۡلَصِينَ ١٦٩તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં فَكَفَرُواْ بِهِۦۖ فَسَوۡفَ يَعۡلَمُونَ ١٧٠પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે وَلَقَدۡ سَبَقَتۡ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلۡمُرۡسَلِينَ ١٧١અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે إِنَّهُمۡ لَهُمُ ٱلۡمَنصُورُونَ ١٧٢કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلۡغَٰلِبُونَ ١٧٣અને અમારું જ લશ્કર વિજય મેળવશે فَتَوَلَّ عَنۡهُمۡ حَتَّىٰ حِينٍ ١٧٤હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો وَأَبۡصِرۡهُمۡ فَسَوۡفَ يُبۡصِرُونَ ١٧٥અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે أَفَبِعَذَابِنَا يَسۡتَعۡجِلُونَ ١٧٦શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمۡ فَسَآءَ صَبَاحُ ٱلۡمُنذَرِينَ ١٧٧સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા وَتَوَلَّ عَنۡهُمۡ حَتَّىٰ حِينٍ ١٧٨તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો وَأَبۡصِرۡ فَسَوۡفَ يُبۡصِرُونَ ١٧٩અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ ١٨٠પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ ١٨١પયગંબરો પર સલામ છે وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ١٨٢અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

الترجمة: Rabila Al Omari.