بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا ١જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا ٢અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا ٣માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ يَوۡمَئِذٍ تُحَدِّثُ أَخۡبَارَهَا ٤તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا ٥એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે يَوۡمَئِذٍ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتًا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ ٦તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرًا يَرَهُۥ ٧બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ ٨અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે