ملة الإسلام

السورة 88 · 26 آية · Rabila Al Omari

سورة الغاشية باللغة الغوجاراتية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الغاشية (1,313 قارئاً)
مكيةسورة الغاشية٢٦ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

هَلۡ أَتَىٰكَ حَدِيثُ ٱلۡغَٰشِيَةِ ١શું તમને પણ ઢાંકી દેનારી (કયામત) ની વાત પહોંચી છે وُجُوهٌ يَوۡمَئِذٍ خَٰشِعَةٌ ٢તે દિવસે કેટલાય ચહેરા અપમાનિત હશે عَامِلَةٌ نَّاصِبَةٌ ٣(અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે تَصۡلَىٰ نَارًا حَامِيَةً ٤તેઓ ધગધગતી આગમાં જશે تُسۡقَىٰ مِنۡ عَيۡنٍ ءَانِيَةٍ ٥અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે لَّيۡسَ لَهُمۡ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ٦તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ખાંણુ નહીં હોય لَّا يُسۡمِنُ وَلَا يُغۡنِي مِن جُوعٍ ٧જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે وُجُوهٌ يَوۡمَئِذٍ نَّاعِمَةٌ ٨કેટલાય ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે لِّسَعۡيِهَا رَاضِيَةٌ ٩પોતાના પ્રયત્નોથી ખુશ હશે فِي جَنَّةٍ عَالِيَةٍ ١٠ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે لَّا تَسۡمَعُ فِيهَا لَٰغِيَةً ١١તેમાં કોઇ બકવાસ નહી સાંભળે فِيهَا عَيۡنٌ جَارِيَةٌ ١٢તેમાં એક વહેતુ ઝરણું હશે فِيهَا سُرُرٌ مَّرۡفُوعَةٌ ١٣(અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે وَأَكۡوَابٌ مَّوۡضُوعَةٌ ١٤તેમાં પ્યાલા મુકેલા (હશે) وَنَمَارِقُ مَصۡفُوفَةٌ ١٥અને એક કતારમાં લાગેલા તકીયા હશે وَزَرَابِيُّ مَبۡثُوثَةٌ ١٦અને મખમલી જાજમો ફેલાયેલી હશે أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلۡإِبِلِ كَيۡفَ خُلِقَتۡ ١٧શું તેઓ ઊંટોને નથી જોઇ રહ્યા કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યા છે وَإِلَى ٱلسَّمَآءِ كَيۡفَ رُفِعَتۡ ١٨અને આકાશને કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે وَإِلَى ٱلۡجِبَالِ كَيۡفَ نُصِبَتۡ ١٩અને પર્વતો તરફ તે કઇ રીતે ખોડી દેવામાં આવ્યા છે وَإِلَى ٱلۡأَرۡضِ كَيۡفَ سُطِحَتۡ ٢٠અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે فَذَكِّرۡ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌ ٢١બસ તમે શિખામણ આપતા રહો. (કારણકે) તમે ફકત શિખામણ આપનારા છો لَّسۡتَ عَلَيۡهِم بِمُصَيۡطِرٍ ٢٢તમે તેમના ઉપર રખેવાળ નથી إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ٢٣હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلۡعَذَابَ ٱلۡأَكۡبَرَ ٢٤તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ ٢٥ચોક્કસપણે અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم ٢٦પછી ચોક્કસપણે અમારા શિરે છે, તેમનો હિસાબ લેવો

الترجمة: Rabila Al Omari.