بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
عَمَّ يَتَسَآءَلُونَ ١તેઓ કયા વિષય બાબત પૂછતાછ કરી રહ્યા છે عَنِ ٱلنَّبَإِ ٱلۡعَظِيمِ ٢તે મોટી સુચના બાબત વિશે ٱلَّذِي هُمۡ فِيهِ مُخۡتَلِفُونَ ٣જેના વિશે તેઓ મતભેદ કરી રહ્યા છે كـَلَّا سَيَعۡلَمُونَ ٤ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે ثُمَّ كـَلَّا سَيَعۡلَمُونَ ٥ફરી ચોક્કસપણે તેઓ નજીકમાં જાણી લેશે أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ مِهَٰدًا ٦શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું وَٱلۡجِبَالَ أَوۡتَادًا ٧અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા) وَخَلَقۡنَٰكُمۡ أَزۡوَٰجًا ٨અને અમે તમને જોડકામાં પેદા કર્યા وَجَعَلۡنَا نَوۡمَكُمۡ سُبَاتًا ٩અને અમે તમારી નિદ્રાને તમારા આરામ માટે જ બનાવી وَجَعَلۡنَا ٱلَّيۡلَ لِبَاسًا ١٠અને રાતને અમે પરદો બનાવ્યો છે وَجَعَلۡنَا ٱلنَّهَارَ مَعَاشًا ١١અને દિવસને કમાણી માટે બનાવ્યો وَبَنَيۡنَا فَوۡقَكُمۡ سَبۡعًا شِدَادًا ١٢અને અમે તમારા ઉપર સાત મજબુત આકાશ બનાવ્યા وَجَعَلۡنَا سِرَاجًا وَهَّاجًا ١٣અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો وَأَنزَلۡنَا مِنَ ٱلۡمُعۡصِرَٰتِ مَآءً ثَجَّاجًا ١٤અને વાદળોમાં થી મુશળધાર વરસાદ વરસાવ્યો لِّنُخۡرِجَ بِهِۦ حَبًّا وَنَبَاتًا ١٥જેથી તેનાથી અનાજ અને વનસ્પતિ ઉપજાવે وَجَنَّٰتٍ أَلۡفَافًا ١٦અને હર્યા-ભર્યા બાગ. ( પણ ઉપજાવે) إِنَّ يَوۡمَ ٱلۡفَصۡلِ كَانَ مِيقَٰتًا ١٧નિ:શંક ફેસલાનો દિવસ નિશ્ર્ચિત છે يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَتَأۡتُونَ أَفۡوَاجًا ١٨જે દિવસે સૂરમાં ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ ચાલી આવશો وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ أَبۡوَٰبًا ١٩અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે وَسُيِّرَتِ ٱلۡجِبَالُ فَكَانَتۡ سَرَابًا ٢٠અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે إِنَّ جَهَنَّمَ كَانَتۡ مِرۡصَادًا ٢١નિ:શંક દોઝખ ઘાતમાં છે لِّلطَّٰغِينَ مَـَٔابًا ٢٢દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે لَّٰبِثِينَ فِيهَآ أَحۡقَابًا ٢٣જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે لَّا يَذُوقُونَ فِيهَا بَرۡدًا وَلَا شَرَابًا ٢٤ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે إِلَّا حَمِيمًا وَغَسَّاقًا ٢٥સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ جَزَآءً وِفَاقًا ٢٦(તેમને) સંપૂર્ણ બદલો મળશે إِنَّهُمۡ كَانُواْ لَا يَرۡجُونَ حِسَابًا ٢٧નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَا كِذَّابًا ٢٨અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ كِتَٰبًا ٢٩અને અમે દરેક વસ્તુને ગણી ગણીને લખી રાખી છે فَذُوقُواْ فَلَن نَّزِيدَكُمۡ إِلَّا عَذَابًا ٣٠હવે, તમે (પોતાની કરણીની) મજા ચાખો إِنَّ لِلۡمُتَّقِينَ مَفَازًا ٣١નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે حَدَآئِقَ وَأَعۡنَٰبًا ٣٢બગીચાઓ અને દ્રાક્ષ છે وَكَوَاعِبَ أَتۡرَابًا ٣٣અને નવયુવાન કુમારિકાઓ وَكَأۡسًا دِهَاقًا ٣٤અને છલકાતા પ્યાલા لَّا يَسۡمَعُونَ فِيهَا لَغۡوًا وَلَا كِذَّٰبًا ٣٥ત્યાં ન બકવાસ સાંભળશે અને ન તો જુઠી વાતો સાંભળશે جَزَآءً مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًا ٣٦(તેમને) તમારા પાલનહાર તરફથી (તેમના સારા કાર્યો નો)આ બદલો મળશે. જે ભરપુર હશે رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَا ٱلرَّحۡمَٰنِۖ لَا يَمۡلِكُونَ مِنۡهُ خِطَابًا ٣٧(તે પાલનહાર તરફથી મળશે જે) આકાશો અને જમીનનો અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને તે ખુબજ માફ કરવાવાળો છે, કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય يَوۡمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلۡمَلَٰٓئِكَةُ صَفًّاۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنۡ أَذِنَ لَهُ ٱلرَّحۡمَٰنُ وَقَالَ صَوَابًا ٣٨જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને તે યોગ્ય વાત કહેશે ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلۡحَقُّۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا ٣٩તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે إِنَّآ أَنذَرۡنَٰكُمۡ عَذَابًا قَرِيبًا يَوۡمَ يَنظُرُ ٱلۡمَرۡءُ مَا قَدَّمَتۡ يَدَاهُ وَيَقُولُ ٱلۡكَافِرُ يَٰلَيۡتَنِي كُنتُ تُرَٰبَۢا ٤٠નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારી યાતનાથી ડરાવી દીધા (અને ચોકન્ના કરી દીધા) છે. જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કદાચ હું માટી થઇ જાત