بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتۡ ١જ્યારે આકાશ ફાટી પડશે وَإِذَا ٱلۡكَوَاكِبُ ٱنتَثَرَتۡ ٢અને જ્યારે તારાઓ વિખરાઇ જશે وَإِذَا ٱلۡبِحَارُ فُجِّرَتۡ ٣અને જ્યારે દરિયાઓ વહી પડશે وَإِذَا ٱلۡقُبُورُ بُعۡثِرَتۡ ٤અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે عَلِمَتۡ نَفۡسٌ مَّا قَدَّمَتۡ وَأَخَّرَتۡ ٥(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે يَٰٓأَيُّهَا ٱلۡإِنسَٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلۡكَرِيمِ ٦હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે ٱلَّذِي خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ ٧જે (પાલનહારે) તારૂં સર્જન કર્યું, પછી ઠીક ઠાક કર્યો, પછી (સંતુલિતકર્યોઅને) બરાબર બનાવ્યો فِيٓ أَيِّ صُورَةٍ مَّا شَآءَ رَكَّبَكَ ٨જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી દીધો كـَلَّا بَلۡ تُكَذِّبُونَ بِٱلدِّينِ ٩કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો وَإِنَّ عَلَيۡكُمۡ لَحَٰفِظِينَ ١٠નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત كِرَامًا كَٰتِبِينَ ١١લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે يَعۡلَمُونَ مَا تَفۡعَلُونَ ١٢જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે إِنَّ ٱلۡأَبۡرَارَ لَفِي نَعِيمٍ ١٣નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે وَإِنَّ ٱلۡفُجَّارَ لَفِي جَحِيمٍ ١٤અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે يَصۡلَوۡنَهَا يَوۡمَ ٱلدِّينِ ١٥બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે وَمَا هُمۡ عَنۡهَا بِغَآئِبِينَ ١٦અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلدِّينِ ١٧અને તને શું ખબર બદલાનો દિવસ શું છે ثُمَّ مَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلدِّينِ ١٨ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે يَوۡمَ لَا تَمۡلِكُ نَفۡسٌ لِّنَفۡسٍ شَيۡـًٔاۖ وَٱلۡأَمۡرُ يَوۡمَئِذٍ لِّلَّهِ ١٩(આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે